લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

(૧)    તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૮/૦૩/ દરમ્યાન શારીરીક કસોટી યોજવામાં આવેલ અને તેનું પરીણામ તા.૧૯/૦૩/૨૦૧૯ નારોજ જાહેર કરવામાં આવેલ.

(ર)    દસ્તાવેજ ચકાસણીની યાદી માટે શારીરીક કસોટીમાં પાસ (કવોલીફાઇડ) થયેલ ઉમેદવારોમાંથી (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ (રમતગમત, NCC “C” સર્ટી., રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) અને (૩) શારીરીક કસોટીના મળેલ ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્યાના આશરે ૧.૫ (દોઢ) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું નકકી કરવામાં આવેલ છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ)

Official website : click here (૩)    માજીસૈનિક ઉમેદવારના કિસ્સામાં જે-તે કેટેગીરી કટઓફના ૨૦% ઓછા કરી કટઓફ નકકી કરવામાં આવેલ છે.

(૪)    ઉપરોકત જણાવેલ કટ ઓફ મુજબ શારીરીક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.... (નોંધઃ ઉપરોકત કટ ઓફ મુજબ સમાવેશ થયેલ ઉમેદવારોની જ યાદી મૂકવામાં આવેલ છે)

(પ)    જે ઉમેદવારોના રમત-ગમત, NCC “C” સર્ટી., રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવાના નિયમ મુજબ ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્‍તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે જે તમામને બંધનકર્તા રહેશે.

(૬)    લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

(૭)    ઉમેદવારોની અત્‍યાર સુધી કોઇ ડોકયુમેન્‍ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી જેથી દસ્તાવેજ ચકાસણી દરમ્યાન કોઇ પણ પ્રમાણપત્ર નિયામોનુસાર નહીં હોય તો ઉમેદવારી રદ થવાને પાત્ર થશે તેમજ આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્‍યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્‍યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે. અથવા કોઇપણ ઉમેદવાર વિરૂધ્‍ધ નિયમભંગ બદલ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.

(૮)    દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૫/૨૦૧૯ પછી કોઇપણ તારીખથી ચાલુ થનાર છે જેની વિગતો તેમજ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.