ગુજરાત ચૂંટણી પરિણામો : ભાજપ ગઢ બચાવશે કે કૉંગ્રેસ ગાબડું પાડશે?

 

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો 23 મેના રોજ આવશે, સવારના 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ વખતે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુની સાથે-સાથે જ ગુજરાત પર પણ સૌની નજર હશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી છે કે ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થશે, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાનો દાવો છે કે પાર્ટી કમસેકમ 10 બેઠકો જીતશે.

ગત 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લીધી હતી, જે આજ સુધીનું તેમનું સૌથી સારું પ્રદર્શન છે.
જોકે, આ વખતે EVM તથા VVPATનાં પરિણામની સરખામણી કરવાની હોવાથી પરિણામો આવવામાં ત્રણથી ચાર કલાકનું મોડું થશે.
ગુજરાતની 26 બેઠકો પર કોણ બાજી મારશે અને કોણ હારશે તે તમે અહીં જોઈ શકશો. અહીં 26 બેઠકોની મતગણતરી તમે એકસાથે લાઇવ જોઈ શકશો.
  • 2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે. એ સમયે અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હતા.
  • 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ઝંપલાવ્યું છે.
  • આ સિવાય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને શંકરસિંહ વાઘેલા (એ સમયે ભાજપમાં) પણ આ બેઠક પરથી સંસદ સુધી પહોંચ્યા હતા.
  • ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે.
  • આ બેઠક ઉપર 1003707 પુરુષ, 941395 તથા 47 અન્ય સહિત કુલ 1945149 મતદાતા છે.
 ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.